સરદાર પટેલ વિધામંદિર વીણા ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ચાલતા એન એસ એસ યુનિટના સ્વયંસેવકોએ શાળાના મેદાન અને નદી કિનારે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં કુલ ૧૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રશાંત ક્રિશ્ચિયને સંભાળ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એસ.જી. પટેલ સાહેબે વૃક્ષોનું જતન કરવું વૃક્ષારોપણનો મહિમા વિધાર્થીઓને સમજાવ્યો હતો.