કઠલાલ તાલુકાના લલ્લુપુરા ગામ ખાતે આવેલ પ્રા.શાળા ના સ્થાપના દિવસ ની ઉજવણી ધામધૂમ રીતે કરવામાં આવી.
આ ઉજવણી પ્રસંગે પિઠાઈ પે સેન્ટરના આચાર્ય ચિરાગ પટેલ,પિઠાઈ ગ્રામ પંચાયત સરપંચ સતીષભાઈ, ડેપ્યુટી સરપંચ ઐયુબભાઈ,તાલુકા પંચાયત સદસ્ય મહેબૂબ ભાઈ, પૂર્વ આચાર્ય લક્ષ્મણ ભાઈ,એસ.એમ.સી. સભ્ય અનવર ભાઈ મલેક , સાબીરભાઈ અને લાલા ભાઈ તેમજ ગ્રામજનો અને અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
ઉજવણી પ્રસંગે ના કાર્યક્રમમાં શાળા ની બાળાઓ દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.અને શાળા ના પૂર્વ આચાર્ય લક્ષ્મણ ભાઈ તરફથી તીથી ભોજન કરાવવામાં આવ્યું હતું જ્યારે શાળા ના બાળકો રાસ ગરબા નો સુંદર કાર્યક્રમ પ્રસ્તુત કરી સર્વે ને આનંદીત કર્યા હતા . જ્યારે ઉપસ્થિત મહેમાનો અને અગ્રણીઓ એ શાળા પરિવાર ને સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.
 
  
  
  
  
   
   
  