સી. યુ. શાહ યુનિવર્સિટી, કાયદા વિદ્યાશાખા તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે બાળકોના જાતીય શોષણ વિષે જાગૃતતા અભિયાન અંતર્ગત POCSO (PROTECTION OF CHILDREAN AGAINST SEXUAL OFFENCES ACT,2012) વિષય પર સી.યુ.શાહ યુનિવર્સિટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં વર્તમાન સમયમાં ખૂબ વધી રહેલા ગુનાઓ એટલે કે, બાળકોના જાતીય શોષણ ને લગતા અપરાધો વિષે માર્ગદર્શન આપવા માનનીય શ્રી રાહુલ ત્રિવેદી સાહેબ (મેમ્બર સેક્રેટરી, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી, ગુજરાત હાઇકોર્ટ,અમદાવાદ) પધારેલ હતા. તેમની સાથે ઉપસ્થિત રહેલ માનનીય શ્રી આર. આર. ઝીંબા સાહેબ (સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ) દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વિષે માહિતી આપવામાં આવેલ હતી.આ ઉપરાંત શ્રી વી. કે. રાઠોડ (ચીફ, લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ, સુરેન્દ્રનગર) દ્વારા પોકસો એક્ટ વિષે તથા શ્રી વી. ટી. વાઘેલા (રિટેનર એડવોકેટ, ફ્રન્ટ ઓફિસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ, સુરેન્દ્રનગર) દ્વારા ફ્રન્ટ ઓફિસ નું કાર્ય તથા તેના મહત્વ વિષે જાણકારી આપેલ હતી. આ કાર્યક્રમમાં સી. યુ. શાહ યુનિવર્સિટી ના વિવિધ વિદ્યાશાખા ના ડિનશ્રીઓ, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ તથા અધ્યાપકો અને અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૫૦ વ્યક્તિઓએ આ કાર્યક્રમ નો લાભ મેળવેલ હતો.