કડીમાં શોભાયાત્રા વખતે હાથી બેકાબુ થયો, અંબાડી પરથી પડતાં કનીરામ બાપુને લોકોએ ઝીલી લીધા, પરમ પુજ્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામબાપુ અને શ્રી રાજાભાઈ ભુવાજી એમને કઈ વાગ્યું નથી બંને સલામત છે. ગઈકાલે હાથી ની સવારી નીકળી હતી એમાં બંને બિરાજમાન હતા પણ જે છત્રી હતી તેના દ્વારા હાથીને કરંટ લાગતા આ ઘટના સર્જાય હતી.
અડાલજથી કડીના કાસ્વા ધામ ગોગા મહારાજના મંદિર સુધી ભવ્ય ગોગા મહારાજની મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડયાં હતાં અને અડાલજથી વિવિધ વિસ્તારોમાં થઈને કડી થઈને કાસ્વા ગામે પહોંચવાની હતી. જે દરમિયાન શોભાયાત્રા કડીના વિડજ ગામે પહોંચતા હાથીની અંબાડી ઉપર લગાવેલ છત્રીને વીજ વાયર અડી ગયો હતો. જ્યાં વીજળીનો કરંટ લાગતા હાથી ભડક્યો હતો અને હાથીની અંબાણી પર સંતો બેઠા હતા, જે હાથી ઉપરથી અંબાડી સાથે નીચે રોડ પર પટકાયાં હતાં. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. થોડીક વાર બાદ શોભાયાત્રા આગળના કાર્યક્રમ રાબેતા મુજબ યોજવામાં આવી હતી.