કાલોલના કરોલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રના વિકાસના દાવાઓ ગયા ક્યાં.?!!

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મનોરપુરીના ગ્રામજનોને સ્મશાનના અભાવે અંતિમવિધિ માટે ૩ કી.મી. સુધી કાદવ કીચડ વચ્ચે ચાલીને જવું પડતું હોવાનો આક્રોશ..!!

કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મનોરપરી ગામ હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત છે.ત્યારે આ ગામમાં મૃતદેહને પણ સળગાવવા માટે સ્મશાન યાત્રામાં ત્રણ કિલોમીટર સુધી કાદવ કીચડ માં ચાલીને જવું પડે છે કેમ કે મનોરપુરી ગામે સ્મશાનમાં જવા માટે રસ્તો જ નથી અને મૃતદેહ સળગાવવા સ્મશાન ઘર નથી અમારે હવે ખોટા વચનો અને આશ્વાસન નહીં કામ જોઈએ છે એવું અહીંના સ્થાનિકનું કહેવું છે. કાલોલ તાલુકામાં આવેલું નાનકડું મનોરપુરી ગામ છે જ્યાં લોકો પાયાની જરૂરીયાત સુવિધાઓથી વંચિત રહ્યા છે. તેને લઈને ગામ લોકોમાં સરકાર અને સ્થાનિક નેતાઓ સામે આક્રોશ ઉભો થયો છે. ગામમાં કોઈ મરણ થાય તો અંતિમ સંસ્કાર કરવા માટે ગામમાં સ્મશાન બનાવવામાં આવ્યું નથી.નદીના કિનારા ઉપર ખુલ્લામાં સ્મશાન વિધી કરવી પડે છે શિયાળો, ઉનાળો કે ચોમાસાની ઋતુમાં ચાલુ વરસાદમાં જ ખુલ્લામાં જ્યારે અગ્નિદાહ આપવાનો હોય ત્યારે ખુબ મોટી તકલીફ પડતી હોય છે. ગામમાંથી સ્મશાન સુધી જવા માટેનો રસ્તો પણ ના હોવાને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેથી ગ્રામજનોએ સરકાર અને સ્થાનિક નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે અને ભારે આક્રોશ ઠાલવ્યો છે ગામ લોકો તરફથી આ બાબતે સ્મશાનની સુવિધાઓ માટે ટૂંક જ સમયમાં પંચમહાલ જિલ્લા કલેકટર રજુઆત કરીશું અને જો કોઈ પગલાં લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.!!