કડી : તાલુકાના નાનીકડી વિસ્તારમાં આવેલી અનમોલ વિલા સોસાયટીમાં દિવસ દરમિયાન રહેણાંક ઘરની અંદર અચાનક જ કોબરા સાપ ઘૂસી આવ્યો હતો. જ્યાં ઘરની અંદર રહેલ મહિલા વાસણ ધોઈ રહી હતી અને પાછળની સાઇડ કોબ્રા સાપને દેખતાં મહિલા ડઘાઈ ગઈ હતી અને થોડીક વાર માટે તો અફડાતફડી મચી જવા પામી હતી. જ્યાં ઘરમાં રહેલ રહીશો દ્વારા કડીના લાયન્સ ક્લબ ઓફ કડીના પ્રેસિડન્ટ અને જીવદયાપ્રેમી કેતન બારોટનો સંપર્ક કર્યો હતો. જ્યાં કેતન બારોટ ઘટના સ્થળે દોડી આવીને ભારે જહેમત બાદ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરીને કડીના જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. જ્યાં કોબ્રા સાપનું રેસ્ક્યૂ કર્યા બાદ સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं