વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 10 વર્ષ સુધીની દીકરીઓ માટે પોસ્ટ દ્વારા એક સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવમાં આવી છે. જેથી વધુમાં વધુ પરિવારની દીકરીઓ આ યોજનાનો લાભ લઇ દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે હેતુથી રાજુલા તાલુકાના મોટા આગરીયા પોસ્ટ ઓફીસ બ્રાન્ચમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ૧ મહિનામાં ૧૮૫ બાલિકાઓના ખાતા ખોલાયા છે. તે અંતર્ગત પોસ્ટ ઓફિસના કર્મચારીઓ એ પોસ્ટ મેનો એ અંતર્ગત કરેલી પ્રશંસનીય કામગીરી બદલ માનનીય PMG ના હસ્તે અમરેલી ડિવિઝનની અંદર પ્રથમ ક્રમ કામગીરી કરવા બદલ ઍવોડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પોસ્ટ ઓફીસ સેવીગ બેંક એકાઉન્ટ ૨૪૫ ખોલવા બદલ અમરેલી ડીવીઝન માં ૩ ક્રમ પ્રાપ્ત કરેલ છે.અમરેલી પોસ્ટલ વિભાગના પોસ્ટ ઓફિસના સબ-પોસ્ટ માસ્ટર, ગ્રામીણ ડાક સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. જેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે કન્યાઓને આવરી લેવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. સુકન્યા સમૃદ્ધિ એ એક નાની બચતની વિશિષ્ટ યોજના છે .જે ભારત સરકારના “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન હેઠળ બાળકીના શિક્ષણ અને લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે છે. આ યોજના હેઠળ ખાતું ૧૦ વર્ષથી ઓછી ઉંમરની બાળકી માટે ઓછામાં ઓછી ૨૫૦ રૂપિયાની પ્રારંભિક ડિપોઝિટ સાથે ખોલી શકાય છે.
આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.