પૂર્વ કચ્છ એસ.ઓ.જીની કામગીરી

ગેરકાયદેસર રીતે કોમર્શીયલ ગેસના બાટલા રાખી રીફીલીંગ કરાવતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી , ગાંધીધામ 

માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા , સરહદી રેન્જ ભુજ - કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , મહેન્દ્ર બગડીયાનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા થયેલ સુચના મુજબ એરા.ઓ.જી. ટીમે બાતમી આધારે ગાંધીધામ ભચાઉ હાઈવે રોડ આવેલ વરસાણા ચોક્ડી વાળા પુલ પાસે આવેલ બાલાજી મિષ્ઠાન ભંડાર નામની દુકાનમાં સોહનલાલ ડુંગરરામ ગોધરા વાળાએ પોતાની કબજાની દુકાનમાં ગેરકાયદેસર કોમર્શીયલ ગેસના અલગ - અલગ કંપનીના બાટલા રાખી તથા પોતાની દુકાનમાં કોઈ સત્તા અધિકારી પાસેથી કોઇ લાયસન્સ મેળવ્યા વગર ગેસના બાટલા સરકારશ્રીના નિયંત્રણ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ આવશ્યક ચીજવસ્તુ ગેસના બાટલા મેળવી સંગ્રહ કરી સંગ્રહ કરેલ મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બાટલામાં રીફીલીંગ કરી પોતાનો તેમજ દુકાન પર આવતા ગ્રાહકોનો જીવ જોખમમાં મુકાય તેવી રીતે રીફીલીંગ કરી ઊંચા ભાવે વેચાણ કરી પોતાના આર્થિક ફાયદા સારૂ અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતા ગેસના ભરેલ તથા ખાલી બાટલાઓ તથા રીફીલીંગ પાઇપ ભોકળ મળી કુલ્લ કિ.રૂા .૫૧,૫૦૦ / - નો મુદ્દામાલ સાથે પક્ડાઇ જઇ ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ઇ.પી.કો.કલમ ૨૮૬ તથાઆવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ૩,૭ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ અંજાર પો.સ્ટે.માં સોંપવામા આવેલ . 

પડડાયેલ આરોપી : સોહનલાલ ડુંગ૨૨ામ ગોધરા ઉ.વ .૨૯ ધંધો - વેપાર રહે.પંચરત્ન માર્કેટ દુકાન નં -૧૩ ગ્રાઉન્ડ ફ્લોર પડાણા તા.અંજા૨ જી.કચ્છ મુળ રહે- ગામ રામશીશ ભેડવાળીયા વાસ તા.સરદાર શહેર જી.ગુરૂ રાજેસ્થાન 

હાજર ન મળી આવેલ આરોપી : ચિરાગ પ્રજાપતી રહે . ગાંધીધામ 

પકડાયેલ મુદ્દામાલની વિગત : ( ૧ ) કોમર્શીયલ ગેસના અલગ - અલગ કંપનીના બાટલા નંગ -૨૨ કિ.રૂા .૪૪,૦૦૦ / ( ૨ ) ગેસના ૦૩ ભરેલ બાટલા ની કિં.રૂા .૬૦૦૦ / ( 3 ) નળી , રેગ્યુલેટર તથા ભોકળી કિ.રૂા .૫૦૦ / ( ૪ ) વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂા .૧૦૦૦ / ( ૫ ) આધાર કાર્ડની નકલ કિ.રૂા .૦૦ / ૦૦ કુલ રૂ ।. કિ.રૂા .૫૧,૫૦૦ / - નો મુદ્દામાલ જોડાયેલ હતો .

ઉપરોક્ત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ. એસ.એન.ગડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.

*રિપોર્ટ ભારતી માખીજાણી*