તળાજા તાલુકાનાં મણાર ગામમાં મણારી નદી તથા કઠુડી નદી ભેગી થાય છે તેવાં ભાગને જોડતાં મુખ્ય માર્ગ પર મણાર ગામ મધ્યે સિમેન્ટનાં ભૂંગળાવાળો ખુલ્લાં પુલ આવેલ છે.આ

               પુલ ઉપર સાત-આઠ વરસનાં બાળકો માંથી રમતાં-રમતાં એક પરપ્રાંતીય બાળક નાળા ઉપરથી કઠુડી નદીમાં પડી જતાં નદીની બાજુમાં રહેતાં પાલાભાઇ મારૂએ જોઈ જતાં બુમ મારતાં મણાર ગામનાં યુવાન લક્ષ્મણભાઈ જાંબુચાએ બચાવવા કૂદકો મરેલ અને અવાજ-દેકારો સાંભળીને બાજુમાં રહેતાં મારૂ હેમંતભાઈ જેઓ ભારતીય સેનામાં C.R.PF.માં ફરજ બજાવે છે.

      હાલ રજા ઉપર વતન આવેલ હોય તેવો પાણીમાં બચાવવા માટે કૂદી પડેલ અને થોડીવારમા શોધખોળ કરતાં ડુબી ગયેલ બાળક મળી આવતાં બહાર કાઢેલ,જે બાળક દસેક મિનીટથી વધારે પાણીમાં રહેવાથી અને ડુબી જવાથી બેભાન અવસ્થામાં અને પાણી પેટમાં ભરાયેલ હોવાથી ઊંધું સુવડાવી અને પંપિંગ કરી પ્રાથમિક સારવાર આપી પાણી બહાર કાઢેલ તેમજ ટુ-વ્હીલરમાં ઊંધું સુવડાવી નજીકમાં આવેલ રેડક્રોસ હોસ્પિટલ અલંગ તાત્કાલિક સારવાર અર્થે લઈ જવાથી અને સ્થાનિક યુવાનોની સમય સુચકતા તેમજ આર્મીમેનની જાંબાજીને કારણે બાળકનો જીવ બચી ગયેલ છે.