ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન જિલ્લામાં કુલ ૧૪,૫૫૮ મતદારોની સંખ્યામાં વધારો થયો
જિલ્લામાં ૧૮-૧૯ વયજુથના ૧૨,૨૮૨ નવાં મતદારોની નોંધણી
અમરેલી તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૨ (સોમવાર) ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૧૦.૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયગાળો તા.૧૨.૦૮.૨૦૨૨ થી તા.૧૧.૦૯.૨૦૨૨ સુધી નક્કી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તા.૧૧.૦૯.૨૦૨૨ સુધીમાં મળેલ તમામ હક્ક - દાવા, વાંધા અને સુધારાઓ અરજીઓનો મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. તા.૧o.૧૦.૨૦૨૨ના રોજ જિલ્લા ચૂંટણી કચેરી ખાતે તેમજ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તાર ૯૪-ધારી ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા તથા ૯૮-રાજુલા સહિત મામલતદાર કચેરી ખાતે મતદાર નોંધણી અધિકારીશ્રીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા જુદી-જુદી કચેરી સહિત જિલ્લાના ૧,૪૧૨ મતદાન મથકો ખાતે મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી છે. તા.૧૦.૧૦.૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલી આ મતદારયાદી મુજબ જિલ્લામાં મતવિભાગ વાઇઝ મતદારોની સ્થિતિ વિશે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે તે મુજબ જિલ્લામાં નવા ૧૪,૫૫૮ નવા મતદારો છે.
જિલ્લાના વિધાનસભા દીઠ મતદારોની નોંધણીના આંકડા મુજબ ૯૪ - ધારી વિધાનસભામાં કુલ ૨,૨૨,૯૭૮ મતદારો નોંધાયા છે. આ પૈકીના પુરૂષ મતદારોની સંખ્યા ૧,૧૬,૦૭૨ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૧,૦૬,૯૦૭, અને અન્ય મતદારોની સંખ્યા ૦૮ છે. ૯૫- અમરેલી વિધાનસભામાં કુલ ૨,૮૩,૭૩૯ મતદારોની નોંધણી થઈ છે. આ પૈકીના ૧,૪૫,૮૧૦ પુરુષ મતદારો છે જ્યારે, ૧,૩૭,૨૯૫ મહિલા મતદારો નોંધાયા છે જ્યારે ૦૪ અન્ય મતદારો નોંધાયા છે.
૯૬-લાઠી વિધાનસભામાં કુલ ૨,૨૩,૬૫૩ મતદારો નોંધાયા છે, પુરૂષ મતદારોની સંખ્યા ૧,૧૬,૧૫૭ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૧,૦૭,૪૯૬ છે જ્યારે અન્ય મતદારો ૦૦ છે. ૯૭-સાવરકુંડલા વિધાનસભામાં કુલ ૨,૫૪,૨૧૯ મતદારો નોંધાયા છે. આ પૈકી પુરષ મતદારોની સંખ્યા ૧,૩૧,૮૯૧ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૧,૨૨,૩૨૦ છે જ્યારે અન્ય મતદારોની સંખ્યા ૦૮ છે.
૯૮-રાજુલા વિધાનસભામાં ૨,૭૪,૬૯૬ મતદારો નોંધાયા છે. આ પૈકી પુરૂષ મતદારોની સંખ્યા ૧,૪૧,૪૭૭ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૧,૩૩,૨૧૯ છે જ્યારે અન્ય મતદારો ૦૦ છે. આખરી મતદાર યાદી મુજબ જિલ્લામાં ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ૧૮-૧૯ વયજુથમાં નોંધાયેલા મતદારોની સંખ્યા ૩૨,૧૭૮ છે, જે પૈકી ૧૨,૨૮૨ નવાં મતદારોની નોંધણી થઈ છે. મતદારયાદીમાં નોંધાયેલા હોય તેવા મતદારો પોતાના નામની વિગતો Voter Helpline Mobile App (Android / iOS), http://voterportal.eci.gov.in, http://voterportal.eci.gov.in સહિત
જુદાં-જુદાં પ્લેટફોર્મ મારફતે ઓનલાઇન પણ જોઈ શકશે. વધુ માહિતી માટે મતદારો ભારતના ચૂંટણી પંચના મતદાર હેલ્પલાઇન નંબર (ટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.