પોલીસ મહાનિદેશકશ્રી , સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા તા .૦૧ / ૧૦ / ૨૦૨૨ થી તા .૧૫ / ૧૦ / ૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી , તેમને પકડી પાડી , તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમે આજ રોજ તા .૧૦ / ૧૦ / ૨૦૨૨ નાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે લાઠી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૧૦૫૧૧ / ૨૦૨૧ , ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫ ( એ ) , ૧૧૬ ( બી ) , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને લાઠી ખાતેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપીની વિગતઃ ઉપેન્દ્રભાઇ રસીકભાઇ રાઠોડ , ઉ.વ .૪૭ , રહે.સુરત , પુણાગામ , હસ્તીનાપુર સોસાયટી જિ.સુરત , આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ શ્રી એ.એમ. પટેલ , તથા પો.સ.ઇ. શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે . રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.