મોરબીમાં ગેરકાયદે બહુમાળી બાંધકામ તોડવાનું શરૂ !:ચાર્જ છોડતા પહેલા અધિકારીની સટ્ટાસટ્ટીમોરબી પાલિકામાંથી લોકોને બાંધકામ માટે ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે જોકે, ઘણા બિલ્ડરો કાયદાથી ઉપર હોય તેવી રીતે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર આડેધડ બાંધકામ કરતાં હોય છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક-૧ પાછળ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના શાંતિલાલ બેચારભાઈ, દિનેશભાઇ જગદીશભાઇ ગામી અને રમેશભાઈ મનજીભાઇ ભટાસણા દ્વારા બહુમાળી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં પાછળના ભાગમાં રહતા ભાવેશભાઈ રણછોડભાઈ કુંડારિયા દ્વારા તેના ઘરમાં હવા ઉજાશ બંધ થઈ જતો હોવાથી પ્રથમ પાલિકામાં અરજીઓ કરવામાં આવી હતી જો કે, કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી કરીને ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે હાઇકોર્ટમાં ઘા નાખવામાં આવ્યો હતો ત્યાર બાદ કોર્ટના આદેશ મુજબ બંધકામને યથાવત સ્થિતિમાં જ રાખવાનું હતું માટે બાંધકામ અટકાવવા પાલિકાએ નોટિસ આપી હતી જો કે, બિલ્ડરો દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી કરીને અરજદાર દ્વારા બહુમાળીમાં બાંધકામ ચાલુ છે તેના વિડીયો ફૂટેજ સાથે રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા જેથી કરીને પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની હાજરીમાં પાલિકાના સ્ટાફ દ્વારા ગેરેકાયદે બંધકામને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જે જગ્યાએ બહુમાળીને તોડવાની કામગીરી ચાલુ હતી તેની બાજુમાં જ બીજા બે બહુમાળી બિલ્ડીંગ કોઈપના પ્રકારની મંજૂરી વગર ઊભા કરવામાં આવ્યા હોવાનું પાલિકાના અધિકારીને ધ્યાને આવ્યું હતું જેથી તેને પણ પાલિકામાંથી નોટિસ આપવામાં આવશે તેવું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ છે