મહેમદાવાદ આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ના હસ્તે બે એમ્બ્યુલન્સ અને ડાયાલિસિસ સેવા નું લોકાર્પણ....
આજે મહેમદાવાદ શહેર મા આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે ટી. ડી. ઓં., ટી. એચ. ઓ, પટેલ સાહેબ, સાથે સમગ્ર કર્મચારીગણ, સાથે ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા સાથે ડો. નૈશદ ભાઈ ભટ્ટ, ગૌતમભાઈ ચૌહાણ જેવા અનેક આગેવાનો તેમજ ગામલોકો સાથે હાલ ના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે મેમદાવાદ તાલુકા ના આરોગ્ય કેન્દ્રના ઘોડાસર અને કાચ્છઈ મા મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરી મહેમદાવાદ 15 મા નાણાપંચ અંતર્ગત ગ્રામજનોની આરોગ્ય વિસયક સેવાઓ સરળ બનાવવા તેમજ આકસ્મિક સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ઉપરોક્ત બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અંદાજિત 6.5 લાખની એક એવી બે એમ્બ્યુલન્સ વાન તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય તેમજ હાલના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ફાળવી આપી... લીલી ઝંડી આપી... લોકાર્પણ કરવામાં આવ્યું અને મહેમદાવાદ શહેરના આરોગ્ય કેન્દ્રમાં નવી શરૂ થતી " ડાયાલિસિસ સેવા " તેમજ સંપૂર્ણ આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીગણ સાથે વિઝીટ લેવામાં આવી હતી અને દર્દીઓને હાલાકી ન પડે... અને કઈ જરૂરિયાત હોય તેની ખાસ માહિતી લેવામાં આવી હતી.