પૂર્વ કચ્છ એલસીબીની શ્રેષ્ઠ કામગીરી યથાવત

સામખ્યા૨ી પો.સ્ટે ના ગુનામાં છેલ્લા પાંચ વર્ષ થી નાસતા ફરતા આરોપી ની અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ 

બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ મહેન્દ્ર બગડીયાનાઓ તરફ્થી જિલ્લામાંના ગુનામાં નાસતા ફરતા આરોપી પડવા સુચના આપવામાં આવેલ હોય અતેમજ હાલમાં ડ્રાઈવ ચાલુમાં હોય એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ નાસતા ફરતા આરોપીઓ પકડવા પ્રયત્નશીલ હતી અને આજ રોજ એલ.સી.બી ની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતી દરમ્યાન બાતમી હકીકત મેળવી તપાસ કરી સામખ્યારી પો.સ્ટે ના રો.ગુ.૨.નં-૩૦૮૮ / ૨૦૧૭ પશુ સરંક્ષન અધિનીયમ .૫,૮,૧૦,૬ તથા પશુ પ્રત્યે ઘાતકી પણ અટકાવવાની કલમ -૧૧ ( એલ ) , ૧૧ ( ડી ) મુજબના નીચે મુજબના નાસતા ફરતા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે સામખ્યારી પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે . 

પકડાયેલ આરોપીઓનુ નામ : ( ૧ ) સુલેમાનશા અલીમામદશા શેખ રહે.હેમલાઇ ફળીયુ , શેખ ટીંમ્બા , અંજાર (૨)હેશેનશા હાજીશા શેખ

આ કામગીરીમા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*