સુરત શહેરના વરાછા વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો.

સુરતમાં બફારા બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી હતી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. આજે વહેલી સવારે સુરતી લાલ આવો અસહ્ય બફારો અનુભવી રહ્યા હતા. આખરે મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરે છે. આજે વહેલી સવારથી સુરત શહેરમાં આકાશ કાળા ડિબાગાળાઓથી ઘેરાયેલું હતું. વરસાદ નો માહોલ હતો પરંતુ સાથે સાથે અસહ્ય બફારો પણ થઈ રહ્યો હતો. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આખરે વરસાદ શરૂ થયો હતો. કામકાજ અર્થે નીકળેલા લોકોની મુશ્કેલી વધી હતી. મોટાભાગના વાહન ચાલકો પોતાનો વાહન સાઈડ પર ઉભા રાખીને વરસાદ બંધ થવાની રાહ જોતા નજરે પડ્યા હતા. વરસાદના કારણે લોકો વરસાદ બંધ થવાની રાહ જોવાનો જ મુનાસીબ માન્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં જે રીતે સતત વાતાવરણમાં પડતો આવી રહ્યો છે તેના કારણે ડાંગરનો ઉભા પાકને નુકસાન થવાની ભેટી સેવાય રહી છે એટલું જ નહીં પરંતુ શેરડીના પાકની જે વાવણી થવાની હતી તે પણ હવે ચડી છે. ડાંગરના ઉભા પાક અને પાણી લાગી જતા હવે ખેડૂતો પાકની લલણી કરશે. ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે આ પ્રકારના વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થશે. મોંઘવારીના સમયમાં જો ખેડૂતો માટે આ વરસાદ નુકસાનકારક પુરવાર થાય તો તેમની આર્થિક સ્થિતિ ઉપર મોટો બોજો પડી શકે છે.