તારાપુર તાલુકાના છેવાડા એવા દુગારી ગામની પ્રાથમિક શાળામા ગામના જ કેટલાક દાનવીરો દ્વારા રૂપિયા 3.71 લાખનુ દાન આપવામા આવ્યુ..
દુગારી ગામ એટલે તાલુકાના સૌથી વધુ બ્લડ ડોનેટ કરતુ ગામ અને તાલુકામા સૌથી પહેલા ઈ.બી.ડી બ્લડ ગૃપનુ નિર્માણ કરનાર ગામ અને આ ગામમા દાનવીરો પણ મન મુકીને દાન કરતા હોય છે જેમા આજરોજ દુગારી ગામની પ્રાથમિક શાળામા શૈક્ષણિક પ્રવૃતિઓ માટે ચંદ્રેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા રૂપિયા ૧.૫ લાખ પ્રોજેક્ટર સીસ્ટમ ,હિરજીભાઈ તળશીભાઈપટેલ દ્વારા૧.૫ લાખ ચાર નંગ એલ.ઈ.ડી ટી.વી માટે ,જીતેદ્રભાઈ ગોવિંદભાઈ પરમાર કોમપયુટર સિસ્ટમ માટે ૫૦ હજાર ,નનુભાઈ બબાભાઈ ભરવાડ તરફથી તાજોરી લાવવા ૧૦ હજાર ,ફતેસંગ શિવુભા ડોડિયા દ્વારા 11હજાર રોકડા ,તદ ઉપરાંત સંદિપભાઈ પટેલ ભાલ ટાયરવાળાએ સ્કુલની તમામ નાની મોટી પ્રવૃતિઓમા પણ દાન આપેલ છે
ગામના રહીશોનો એક જ ઉદ્દેશ કે શૈક્ષણિક ક્ષેત્રે દાન આપવાથી સારી અને શિક્ષિત પેઢીનુ નિર્માણ થાય છે