વન્ય પ્રાણી સપ્તાહ  ઉજવણીના ભાગરૂપે શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલના વિધાર્થીઓએ ટીંબીનેશ ખાતે 1 દિવસીય ટ્રેકિંગ કૅમ્પમાં ભાગ લીધો હતો.


                 
 પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ટીંબીનેશ નર્સરી ખાતે‌ તા.2 થી 8 ઓક્ટોબર ‌દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે 1- દિવસીય ટ્રેકિંગ કૅમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલ ખાગેશ્રીનાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

આ કેમ્પમાં રાણાવાવ તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જે.ડોડીયા મેડમ તથા કુતિયાણાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.કે.મોરી સર દ્વારા બાળકોને વન્યપ્રાણીઓ તથા વનસ્પતિનાં જતન અને સંવર્ધન માટે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલના તમામ વિધાર્થીઓ , સામેલ શિક્ષકો તથા વન વિભાગના સ્ટાફ દ્વારા પર્વત ચઢાણ તથા વન પરિભ્રમણ કરીને સાથે વન્ય પ્રાણીઓ વિશેની ખુબ ઉંડાણ પૂર્વકની‌ માહિતી મેળવી હતી.આથી શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલના પ્રમુખ શ્રી મહેશભાઈ ભીંભા એ તમામ વન વિભાગના કર્મચારીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.