વાંકાનેરના જાબુડિયાનો સરકારી ખરાબો વીજ કંપનીને સોંપવા સામે ગ્રામજનોને વિરોધસરકારી ખરાબામાં ખાનગી કંપનીના કબ્જાથી ગ્રામજનો અને તેના પશુઓને ભૂખે મરવાની નોબત આવવાની દહેશતવાંકાનેર : વાંકાનેરના વિડી જાબુડિયા ગામની સરકારી ખરાબાની જગ્યાને ખાનગી વીજ કંપનીને સોંપવા કલેકટરના હુકમ સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો છે. વર્ષોથી સરકારી ખરાબામાં ગામલોકો પોતાના પશુઓનો નિભાવ કરતા હોય આ સરકારી ખરાબામાં ખાનગી કંપનીના કબ્જાથી ગ્રામજનો અને તેના પશુઓને ભૂખે મરવાની નોબત આવવાની દહેશત સાથે મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે.વાંકાનેરના વિડી જાબુડિયા ગામના લોકોએ મામલતદારને આવેદન આપીને જણાવ્યું હતું કે, વાંકાનેરના વિડી જાબુડિયા ગામેં આવેલ સરકારી ખરાબામાં વર્ષોથી ગ્રામજનો પોતાના પશુઓને ચરિયાણ સહિતની વ્યવસ્થા કરી નિભાવ કરે છે. દરમિયાન મોરબી જિલ્લા કલેકટરે તાજેત ગત તા.9 ઓક્ટોબરથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોપરેશન લિમિટેડ (GSECL) કંપનીને વાંકાનેરના વિડી જાબુડિયા ગામેં આવેલ સરકારી ખરાબાની જગ્યા ભાડા પેટે સોંપવાનો હુકમ કર્યો છે. GSECL કંપનીએ આ જગ્યા ઉપર કબજો જમવાનું શરૂ કરી દેતા વર્ષોથી આ જગ્યાએ ઉપર પશુઓનો નિભાવ કરતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય ગયા છે અને આ જગ્યા છીનવાઈ જવાથી ગ્રામજનો અને તેના પશુઓને ભૂખે મરવાનો વારો આવશે એવું જણાવી આ જગ્યા GSECL કંપની ન સોંપવાની માંગ કરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं