ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલ-4 પાસે આવેલી કેન્ટિનમાંથી સોમવારે સવારે
કોબ્રા નીકળતાં દોડધામ મચી ગઇ હતી. સ્નેક રેસ્ક્યુ ટીમે કોબ્રાને પકડી
જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો. ચોમાસાને લીધે રન-વેની આસપાસ
ઘાસ ઉગેલું હોવાથી કોબ્રા આવ્યો હોવાનું મનાય છે.
અમદાવાદ એરપોર્ટ પર સાપ નીકળ્યા આ ત્રીજી ઘટના છે. કેન્ટિનના
સ્ટોર રૂમમાં એક કર્મચારીની કોબ્રા પર નજર પડી હતી. અગાઉ બે
ઘટનામાં ટર્મિનલ-2 પર સાપ એ એરિયામાં ઘૂસ્યા હતા જ્યાં પેસેન્જરની
અવર-જવર હતી. ટર્મિનલ-2ની બહારની ઓફિસ બાજુએ પણ સાપ
નીકળ્યો હતો અને ઇમિગ્રેશનની ઓફિસના એસીમાં કોબ્રા ઘૂસી ગયો હતો.