પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના અનુસાર ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સંજયભાઇ ચુડાસમા પો.કોન્સ.,એલ.સી.બી,ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળી આવેલ કે, ભાવનગર,દિપક ચોક, વાલ્મીકીવાસ,રામાપીરનાં મંદીરવાળો ચોક, રતનબેન બુધ્ધીલાલ નૈયાનાં રહેણાંક મકાન પાસે આવેલ સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં હોવાની મળી આવેલ બાતમી આધારે રેઇડ કરતાં ગંજીપતાનાં પાના-પૈસા વડે તીન પત્તીનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો નં.૧ થી ૯ પકડાય ગયેલ અને નં.૧૦નાંઓ ભાગી ગયેલ.તેઓ પાસેથી ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડ રૂ.૭૩,૭૦૦/-નો મુદ્દામાલ* કબ્જે કરવામાં આવેલ. તેઓની વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. આ રેડ દરમિયાન હિતેશભાઇ રામચંદ્દભાઇ ઠક્કર, દિનેશ ઉર્ફે ઇલુ મોહનભાઇ રામચંદાણી, રહેમતુલ્લાહ ઉર્ફે ઘુઘો રહિમભાઇ મકવાણા, જીજ્ઞેશ ઉર્ફે જીગો કનકભાઇ હરસોરા, રાજુ ઉર્ફે ભુરીયો ગોરધનદાસ તન્ના, અમિત સુરેશકુમાર સાહિત્ય, રણજીત ઉર્ફે બામ્બુ લક્ષ્મણદાસ ગુરનાણી, ભાવિન ઉર્ફે ભાવલો રમેશભાઇ જાંબુચા,nભરત ગોરધનદાસ વલેચા નામના ઈસમો ઝડપાયા હતા. જયારે શંકરભાઇ મનુભાઇ દાઠીયા નાસી છૂટ્યો હતો. જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, વનરાજભાઇ ખુમાણ, સંજયભાઇ ચુડાસમા તથા વુમન પો.કોન્સ. જાગૃતિબેન કુંચાલા સાહિતના જોડાયા હતા.