ડીસામાં શહેર દક્ષિણ પોલીસ મથકની સામે નગરપાલિકાનું શોપિંગ સેન્ટર આવેલું છે. આ શોપિંગ સેન્ટર ઘણા વર્ષો જૂનું હોવાના કારણે અત્યારે જર્જરીત હાલતમાં છે.
તે દરમિયાન આજે વહેલી સવારે અચાનક આ શોપિંગ સેન્ટરના છતના પોપડા ઉખડી પડ્યા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકોમાં અફડા તફડી સર્જાઈ હતી.
આ શોપીંગ સેન્ટરમાં 30 જેટલી દુકાનો આવેલી છે અને વહેલી સવારે મોટાભાગની દુકાનો બંધ હાલતમાં હતી. તે દરમિયાન આ ઘટના સર્જાતા મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ ઘટનાને પગલે વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
નગરપાલિકા દ્વારા બનાવાયેલા આ શોપિંગ સેન્ટર ઘણું વર્ષો જૂનુ છે અને હાલમાં જર્જરીત થઇ જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા શોપિંગ સેન્ટરનું સમારકામ થાય અને વેપારીઓ ભય મુક્ત બને તેવી સ્થાનિક લોકોની માંગ છે.