ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “અગાઉ ઘણી વખત ઈગ્લીશ દારૂના કેસમાં પકડાય ચુકેલ સાવન નાથુભાઇ દિદાવાલા (છારા) રહે.મહાજનવાસ, રાજલક્ષ્મી સોસાયટીની સામે,નરોડા પાટીયા રોડ,અમદાવાદ શહેર વાળો મહાજનવાસ ખાતે ખુલ્લી જગ્યામાં બહારથી અલગ અલગ વાહનોમાં પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી કટીંગ કરાવી તેમજ મહાજનવાસ ખાતે આવેલ સાંકડી ગલીઓમાં તેના રહેણાંક મકાન આજુબાજુના મકાનોમાં ઇગ્લીશ દારૂ/બીયરનો જથ્થો છુપાવી વેંચાણ કરી કરાવે છે તેમજ હાલમાં એક બંધબોડીની બજાજ ઓટો રીક્ષા રજીસ્ટ્રર નંબર GJ-01-TG-2218 માં પણ ઇગ્લીશ દારૂ/બીયરનો જથ્થો રાખી કટીંગ કરાવી અને વેંચાણ કરી કરાવે છે.” તે માહિતી આધારે તા.૦૮/૧૦/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કુલ કિં.રૂ.૧૨,૪૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૨,૬૨,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, વોન્ટેડ ૦૪ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ શહેરના સરદારનગર પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
#sms #sms01
social media sandesh
#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Call_14405 #SMC_Raid #tollfree #Ahamedabad