ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી સેવાકીય કેમ્પ યોજાયો
ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ કાયમી કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત ગાઈને કરેછે તા: 9/10/2022 રવિવાર ના રોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી શ્રીમતી ગીતાબેન અરવિંદ ચાવડા અને ટ્રસ્ટી શ્રી મગનભાઈ ચાવડા દ્વારા ગાંધીધામ કાર્ગો ઝુપડપટ્ટીમાં આયુષ્માન કાર્ડ, ઈ- શર્મિક કાર્ડ અને શુગર ચેકઅપ, બ્લડ પ્રેશર ચેકઅપ નું નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યું હતું અને ત્યાંના નાના જરૂરત મંદ બાળકોને નોટ બુક્સ અને પેન વિતરણ કરવામા આવ્યું, સાથે સાથે કાર્ગો ઝુપડપટ્ટી ગાંધીધામમાં આવેલ શ્રી રોશની પ્રાઇમરી સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના વિદ્યાર્થીઓને પણ પેન અને નોટબુકનો વિતરણ કરવામાં આવ્યા હતા, આ કાર્યમાં સહકાર આપવા સ્કૂલ ના આચાર્યશ્રી મકવાણા નયનાબેન કે, મદદનીશ શિક્ષક તરીકે શ્રી ચાવડા કનુભાઈ એન, શ્રી પરમાર અશોકભાઈ એમ. ઉપસ્થિત રહ્યા હતા
સ્કુલ માં પણ આ કાર્યક્રમ ની શરૂઆત રાષ્ટ્રીયગીત ગાઈને કરવામાં આવેલ,આ કાર્યક્રમમાં આશરે 200 થી 250 ના વચ્ચે નોટ બુક્સ અને પેન વિતરણ કરવામાં આવેલ હતી અને 200 લોકોએ આ કેમ માં લાભ લીધું હતું આ કાર્યને સફળ બનાવવા માટે કાર્ગો ની ટીમ અને ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ ની ટીમ સાથે મળીને ખૂબ સરસ મેહનત કરી ને સફળતાપૂર્વ કાર્ય કર્યો હતો.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*