“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા