બનાસકાંઠા (Banaskantha) જિલ્લાને પછાત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે, અને જિલ્લામાં અનેક અંતરિયાળ વિસ્તારો આવેલા છે. જયારે અંતરિયાળ વિસ્તારના ખેડૂતો ફૂલોની ખેતી કરવા લાગ્યા છે. ત્યારે અંતરિયાળ વિસ્તારના એક ખેડૂતે પોતાના ૨ વિઘા ખેતરમાં ગલગોટા ફૂલોની સફળ ખેતી કરી અને ૨ લાખ રૂપિયાની ચોખ્ખી આવક મેળવી છે.એક સમય હતો કે બનાસકાંઠા જિલ્લાનું વડું મથક પાલનપુર નવાબી સાશન વખતે ફૂલોની નગરી તરીકે પ્રખ્યાત હતું, પરંતુ હવે પાલનપુરની ફૂલોની નગરી તરીકેની ખ્યાતિ વિખાઈ ગઈ છે. હવે ફરી પાલનપુર ફૂલોની નગરી તરીકે ઓળખાય તે માટે અનેક ખેડૂતોએ ખેતીમાં નવા પ્રયોગો શરૂ કર્યા છે.

બનાસકાંઠામાં અનેક અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો ફૂલોની ખેતી કરવા લાગ્યા છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક ખેડૂતે પોતાના ૨ વિઘા ખેતરમાં ગલગોટા ફૂલોની સફળ ખેતી કરી ૨ લાખની આવક મેળવી છે.બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો, તે અંતરિયાળ જિલ્લા તરીકે ઓળખાય છે. ત્યારે જિલ્લામાં એવા અનેક ખેડૂતો છે કે જેઓ અંતરિયાળ વિસ્તારમાં સફળ ખેતી કરી લાખોની આવક મેળવે છે. ત્યારે એક ખેડૂતે સારી એવી પ્રગતિ કરી છે કે, પોતાના ૨ વિઘા ખેતરમાં ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી છે.

ડીસા તાલુકાના રાણપુર ગામમાં રહેતા કનવરજી વાઘણીયા જે એક ખેડૂત છે. તેમને અલગ અલગ શાકભાજીની ખેતી કરી સારી આવક પણ મેળવી છે. પરંતુ શાકભાજીમાં નેમિરોડ નામનો રોગ આવતા આ ખેડૂતે હવે શાકભાજીની જગ્યાએ પોતાની ૨ વિઘા જમીનમાં ગલગોટા ફૂલોની ખેતી કરી રહ્યા છે.

ફૂલના ભાવ બહુ જ વધારે હોવા છતાં આ ખેડૂતે પોતાના પર આત્મવિશ્વાસ રાખી મોંઘા ભાવની ખેતી કરવાનું વિચાર્યું હતું. ત્યારે ખેડૂતે ગલગોટાના ૨ બીજ ૨ રૂપિયાના ભાવે હોવા છતાં ખરીદી પોતાના ૨ વિઘા ખેતરમાં ૨ બાય ૪ અંતરે ૫ હજાર છોડ ૪ મહિના પહેલાં વાવ્યા હતા.

હાલમાં તહેવારોની સીઝન પણ ચાલી રહી છે ત્યારે ફૂલોના ભાવ ઉંચા હોવાથી પોતાના ૨ વિઘા ખેતરમાં કરેલ ગલગોટા ફૂલોની ખેતી દ્વારા ૨ લાખ રૂપિયા આવક થઈ છે. તેમજ હજુ પણ આવકમાં વધારો થશે તેવું ખેડૂતે કહ્યું હતું. ત્યારે આ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ કહ્યું છે કે, જો સીઝન પ્રમાણે આવી રીતે ફૂલોની ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદન કરી સારી આવક મેળવી શકાય છે.