વાંકાનેરમાંહઝરત મહંમદ પયગંબર સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ જુલુસ નીકળ્યું
વાંકાનેર શહેરમાં મોટી સંખ્યામાં જનમેદની સાથે મુસ્લિમ સમાજ દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેરના રસારા રોડ પર જોરાવર પીરની દરગાહ થી નિકળી વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર નિકળી અને મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની મુસ્લિમ સમાજ દ્વારા ઝુલુસ કાઢી અને ઝુલુસ દરમિયાન વાંકાનેર શહેરના અનેક જગ્યાએ , શરબત, ચોકલેટ .કેક સહીતના કેમ્પો ગોઠવી વાંકાનેર શહેરમાંથી ઝુલુસ નિકળતાં સમયે લોકોને આપવામાં આવ્યું હતું આ ઝુલુસમા વાંકાનેર શહેર અને ગ્રામ્યના અંદાજીત 4થી 5 હજાર મુસ્લિમ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઝુલુસ દરમિયાન પ્લાયવુસ ટોકીઝ પાસે અને બાવાગોની દરગાહ પાસે શરબત અને ઠંડા પાણીનુંઆયોજન કરાયું હતું વાંકાનેર શહેરમા ઝુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોરબી ડીવાયએસપી મુનાફખાન પઠાણના ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ પીઆઇ છાસિયા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઝુલુસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી મુનાફ ખાન પઠાણ, પીઆઈ, પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ટી.આર.બી સહીતના 60જેટલા પોલીસ જવાનો દ્વારા ઝુલુસ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો પર ઝુલુસ નિકળી જુમ્મા મસ્જિદે શાંતિપુર્ણ રીતે સમાપ્ત થયું હતું ત્યારે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો