ડીસાના આખોલ મોટી ગામ નજીકથી આઇ.પી.એલ. મેચ પર સટ્ટો રમતાં 8 નબીરાઓ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 4,55,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આઇ.ડી. પૂરી પાડનાર, બેંક એકાઉન્ટની સગવડ કરનાર અને સટ્ટો ચલાવનારા 12 લોકો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ડીસાની આખોલ મોટી ગામની સીમમાં આવેલી દીપ રેસીડન્સી સોસાયટીમાંથી આઇ.પી.એલ. 2025 ની મેચ પર ઓનલાઇન સટ્ટો રમતાં 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી 3 લેપટોપ, 24 મોબાઇલ ફોન,19 પાસબુક, 18 ચેકબુક, 44 ડેબીટ કાર્ડ, 2 કોલેજ બેગ, 4 ચાર્જર, 1 લાઇટ બીલ, 2 ચોપડા, 1 ડાયરી, 1 બોલપેન, 1 ટ્રોલી બેગ અને 1 લાઇટ સ્વીચ બોર્ડ સહીત રૂ. 4,55,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે આઇ.ડી. પૂરી પાડનાર, બેંક એકાઉન્ટની સગવડ કરનાર અને સટ્ટો ચલાવનાર સહીત 12 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝડપાયેલા શખ્સોના નામ
વિરદીપ જયંતિલાલ ઠક્કર (રહે.મુડેઠા, તા.ડીસા), વિક્રમભાઇ રમેશભાઇ ચૌહાણ (રહે.ચોરા, તા.ધાનેરા), રણજીતભાઇ લાલાભાઇ કુમરેચા (રહે.વીંછીવાડી, તા.ધાનેરા), ભાવસિંહ દશરથજી સોલંકી (રહે.કંસારી, તા.ડીસા), કરશનભાઇ બળવંતજી ચૌહાણ (રહે.ચોરા, તા.ધાનેરા), રાહુલજી જામાજી પરમાર (રહે.મહાદેવીયા, તા.ડીસા), રાજેશકુમાર ભુરાજી ચૌહાણ (ઉં.વ. આ. 20) (રહે.ચોરા, તા.ધાનેરા), રાકેશભાઇ ચંદુજી ઠાકોર (રહે. ચંડીસર, તા.પાલનપુર)
ફરાર શખ્સોના નામ
આકાશ ઉર્ફે એલેક્સ વાડીલાલ ઠક્કર (મામવાડા, તા.સિદ્ધપુર), તુષારભાઇ વાડીલાલ ઠક્કર (રહે. મામવાડા, તા.સિદ્ધપુર), મનોજભાઇ ચેલાજી કસ્તુરજી પુરોહીત (રહે.ડીસા), કિશનકુમાર બાબુભાઇ ચૌહાણ (રહે.રાધનપુર)