જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ જિ.ખેડામાંથી આ વર્ષે
ધો.૧૨ પાસ કરનાર અમિત વણકરની પસંદગી અખિલ ભારતીય સ્તર પર નિવૃત્તિ ગુરુકુળ
-કર્ણાટકમાં અભ્યાસાર્થે થઈ છે.તેની પસંદગીથી વિદ્યાલયના સમગ્ર બાળકો અને શિક્ષકોમાં હર્ષની લાગણી ઉત્પન્ન થઈ છે.
પ્રાચાર્ય અનિલ કામ્બલેએ જણાવ્યું છે કે નિવૃત્તિ ગુરુકુળમાં નવોદય વિદ્યાલયના એવા મેધાવી બાળકોની પસંદગી કરવામાં આવે છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી હોતી, અને તે મેધાવી હોય છે.આવા બાળકોની પસંદગી પછી તેમને સ્નાતકની સાથે સાથે ભારતીય પ્રશાસનિક સેવાની તૈયારી કરવાની તક મળે છે. આ.તૈયારી બિલકુલ નિઃશુલ્ક હોય છે.સમગ્ર ભારતની નવોદય વિદ્યાલયોમાંથી ૭૦ બાળકોની પસંદગી કરવામાં આવે છે.
અમિત વણકરે પોતાની પસંદગીનો સંપૂર્ણ શ્રેય વિદ્યાલયના પ્રાચાર્ય અને વિદ્યાલયના સમગ્ર શિક્ષકગણને આપ્યો છે. અમિત વણકરની પસંદગી થતા સમગ્ર વિદ્યાલયમાં હર્ષનો માહોલ છવાયો છે.