સુરસાગર ડેરીના ચેરમેન અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે પશુઓના દાણના ભાવમાં રૂ.25નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેની ચેરમેને જાહેરાત કરતા જિલલાના 727 દૂધ સહકારી મંડળીના 1.25 લાખ સભ્યો કુટુંબોને તેનો લાભ મળશે.સુરસાગર ડેરીમાં હાલ 727 જેટલી દૂધ સહકારી મંડળીઓના દૂધ ખરીદ કેન્દ્રો દ્વારા દૈનિક સરેરાશ રૂ.4.5 લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવે છે. જેના દર 10 દિવસે 22 કરોડ રૂપિયા સુરસાગર ડેરી દ્વારા ગામડાના દૂધ ખરીદ કિંમત પેટે ચૂકવાય છે. જેથી જિલ્લામાં 1.25 લાખ જેટલા કુટુંબોને રોજગારી ઉપલબ્ધ થાય છે.હાલ જીવનજરૂરીયાત ચીજવસ્તુના ઘાસચારાના તથા ખાણદાણના ભાવમાં વધારો થતા પશુપાલકોની હાલત કફોડી થઇ છે. ચેરમેન બાબાભાઇ ભરવાડે જણાવ્યું કે તા.11-10-2022થી દૂધના ખરીદ ભાવમાં રૂ.20નો પ્રતિફેટે વધારો કરાશે. આમ 10 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત દૂધના ખરીદભાવમાં વધારો કરી પ્રતીકિલો ફેટે રૂ.30નો વધારો 10 દિવસમાં કરાયો છે.જ્યારે સુરસાગર ડેરીના દાણના ભાવમાં પ્રતિ બોરી દીઢ રૂ.25નો ઘટાડો કરી ઝાલાવાડના પશુપાલકોને દિવાળી પર્વ ટાણે ખુશી આપવા પ્રયાસ છે. જિલ્લાના દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળે માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પ્રયત્નશીલ છે.ત્યારબાદ જિલ્લાના જુદીજુદી વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.તેની વિગતો આપતા જણાવ્યું કે જનશ્રી વીમા યોજના અંતર્ગત 642 દૂધ મંડળીના 41039 ગ્રાહકોને તથા ગ્રુપ પર્સનલ અકસ્માત વીમા યોજના અંતર્ગત 739 મંડળીના 1,18,000 ગ્રાહકોને વીમા રક્ષણ અપાયું છે. દૂધ સંઘ દ્વારા પોતાના સ્વભંડોળમાંથી ગ્રાહક મરણોતર સહાય યોજના ચલાવાય છે.જે અંતર્ગચત વર્ષ 2022-23ના 6 માસ દરમિયાન 164 ગ્રાહકોના વારસદારને રૂ.73,80,000 મરણોતર સહાય ચૂકવાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Election: CM Yogi ने Congress पर बोला हमला, कहा- कांग्रेस ने सिर्फ देश को समस्या दी है
Rajasthan Election: CM Yogi ने Congress पर बोला हमला, कहा- कांग्रेस ने सिर्फ देश को समस्या दी है
बोगद्यासाठीरास्ता रोकोआंदोलनआमदार फोडण्यासाठी केंद्राकडे पैसे आहेत , मात्र बोगद्यासाठी नाहीत : दानवेq
बोगद्यासाठीरास्ता रोकोआंदोलनआमदार फोडण्यासाठी केंद्राकडे पैसे आहेत , मात्र बोगद्यासाठी नाहीत :...
KWK 7: સોનમ કપૂરે અર્જુન કપૂર વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો , જાણો શું એ
સોનમ કપૂર અને અર્જુન કપૂર કરણ જોહરના ફેમસ ચેટ શો ‘કોફી વિથ કરણ’માં રમુજી ખુલાસા કરતા...