સુરત શહેરના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।

રવિવારના રોજ યોજનારી ઈદ એ મિલાદના તહેવાર સંદર્ભે નીકળનારા જુલુસ દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી કોસંબા પોલીસે સર્વધર્મની શાંતિ સમિતીની બેઠક બોલાવી હતી. ગામમાં શાંતિ સ્થપાય રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા ઈદ એ મિલાદના તહેવાર સંદર્ભે કોસંબા તરસાડીમાં જુલુસનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ જુલુસ ઈદના દિવસે રવિવારે નીકળવાનું હોય ઈદના તહેવાર સંદર્ભે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. બી. ગોહિલ દ્વારા સર્વધર્મના લોકોની શાંતિ સમિતીની બેઠક બોલાવી હતી. જેમાં મુસ્લિમ આગેવાનો, કોસંબા ગામના સરપંચ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, બજરંગ દળના પ્રમુખ ઉપસ્થિતિ રહ્યા હતાં. પીઆઈ દ્વારા શાંતિ બનાવી રાખવા માટે તમામને અપિલ કરતાં જણાવ્યું હતું કે કોઈપણ જાતની અફવા ફેલાવવી નહીં કે તેનાથી ગભરાવું નહીં. કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવી અને કોઈપણ અસામાજિક તત્ત્વો અફવા ફેલાવે કે શાંતિ દોહરાવે તો કોસંબા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. ઉપસ્થિત આગેવાનોએ પોલીસને પણ જુલુસ અને તહેવાર દરમિયાન શાંતિ બનાવી રાખવા માટે સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી.