વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા ગવાઈ રહી છે. લોકો ભારતીય સંસ્કૃતિ તરફ દોરવાઈ રહ્યા છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ વિદેશથી ભારતના ધાર્મિક સ્થળો જોવા આવે છે. મથુરા-વૃંદાવન અને ઋષિકેશમાં વિદેશી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે. સાથે જ ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિની ઝલક અવારનવાર જોવા મળે છે. ત્યારે અમેરિકા ખાતે 2000 વિધાર્થીઓએ એક સાથે ભગવદ ગીતાના પાઠનું પઠન કર્યું હતું. અને તેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

 

હાલમાં જ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી નહીં સમાય. અમે તમને વિડિયો વિશે માહિતી આપીએ એ પહેલા તમારે આ વિડિયો એકવાર જરૂર જોવો.સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં તમે એક મોટું ઇન્ડોર સ્ટેડિયમ જોશો. આ સ્ટેડિયમની અંદર હજારો બાળકો એકસાથે ભગવદ ગીતાનો પાઠ કરી રહ્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે 2 હજાર બાળકો એકસાથે ભગવદભાગવત કથા કરી રહ્યા છે. ખરેખર આ દ્રશ્ય અદ્ભુત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાયરલ વીડિયો અમેરિકાના ડલ્લાસનો છે. અહીં બાળકોએ સાથે મળીને ભગવદ કથાનું પઠન કર્યું હતું. વીડિયો પર આપેલા કેપ્શન પ્રમાણે આ બાળકો છેલ્લા એક વર્ષથી આની તૈયારી કરી રહ્યા હતા. સાથે જ તેમણે ભગવદ ગીતા પાઠ કરીને સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો વધાર્યો છે.