ચૂંટણીની આચારસંહિતા સામે સિવિલ હોસ્પિટલમાં લાચારસંહિતા લાગુ હોય તેમ નવી સિવિલ હોસ્પિટલમાં 15થી વધુ બિનવારસી વ્યક્તિઓના મૃતદેહનો શહેર-જિલ્લા સહિતની પોલીસ દ્વારા દોઢ મહિનાથી નિકાલ ન થતા આખરે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને આ બાબતે લેખિત જાણ કરવાની ફરજ પડી છે અને મૃતદેહોનો તત્કાલ નિકાલ કરવા સૂચિત કરાયા છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
નવી સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. ખાસ કરીને અકસ્માત કે અન્ય બનાવોમાં તેમજ બિમાર હાલતમાં મળી આવતા અજાણ્યા બિનવારસી દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં જ સારવાર માટે ખસેડવામાં આવે છે. આવા બનાવોમાં મોતને ભેટેલા બિનવારસી દર્દીઓના મૃતદેહને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અંતિમ વિધિની કામગીરી પણ કરવામાં આવે છે. પરંતુ પોલીસ દ્વારા આવા વ્યક્તિના મૃતદેહના નિકાલની કાર્યવાહી કરવાની હોય છે.
જોકે, પોલીસ દ્વારા નિકાલ કરવાની કાર્યવાહી ન કરવામાં આવી હોવાના કારણે 15થી વધુ બિનવારસી વ્યક્તિઓના મૃતદેહનો દોઢ મહિના જેટલા લાંબા સમયથી નિકાલ કરવામાં આવ્યો નથી અને પોસ્ટમોર્ટમ રૂમમાં જ પડી રહ્યા છે. આ બાબત ધ્યાન પર આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા આવા મૃતદેહોની નોંધની તપાસ કરી જે તે પોલીસ સ્ટેશનને મૃતદેહનો નિકાલ કરવા માટે લેખિતમાં જાણ કરવાની ફરજ પડી છે.
આવા મૃતદેહોનો નિકાલ કરવા માટે કર્મચારીઓને મૃતદેહની નોંધના રજિસ્ટર ચેક કરી ક્યાં ક્યાં પોલીસ સ્ટેશન દ્વારા મૃતદેહનો નિકાલ કરવામાં નથી આવ્યો તે ચેક કરવા સૂચના આપવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી હોસ્પિટલ તંત્ર દ્વારા જે તે પોલીસ સ્ટેશનમાં તાકીદ કરવામાં આવી રહી હોવાનું હોસ્પિટલના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.