અંબાજી ખાતે તારીખ 9-10- 2022 ના રોજ શરદપૂર્ણિમા હોવાના કારણે બનાસ ડેરી પાલનપુર દ્વારા 51 શક્તિપીઠ સર્કલથી જૂના નાકા સુધી બંને રોડ ઉપર અને મંદિર ના ચાચર ચોકમાં તેમજ ગબ્બર ખાતે અલગ અલગ જગ્યાએ આશરે 30,000 દીવડાઓ થી મહાઆરતી થનાર છે .જેથી આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ 30,000 દેવડાઓને હાથમાં લઇ આરતી કરશે જેથી અંબાજી ખાતે શરદપૂર્ણિમા અને મહાઆરતીનો કાર્યક્રમ હોવાના સાથે સાથે રવિવાર હોવાના કારણે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભીડ હોવાનું શક્યતા છે જેથી ટ્રાફિકને પણ મોટી સંખ્યામાં વાહનો ની અવર-જવર થવાના કારણે અડચણરૂપ હોવાથી ટ્રાફિક નિયમ સારું તેમજ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ભારી વાહનો પર અંબાજી ટાઉનમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવા અને રૂટ ડાયવર્ડ કરાયા છે 9-10-2022 ના રોજ એક દિવસ માટે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ભાવિભક્તોને અડચણ ઉભી ન થાય તેમજ અંબાજી ટાઉનમાં આ કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંબાજી ટાઉન માંથી પસાર થતા વાહનોને ડ્રાઈવરજન આપવા અને વાહનો ની અવડ જવડ માટે અન્ય રૂટ દરાઈવરજન કરવાની જરૂરિયાત મુજબ 9-10-2022 ના રોજ એક દિવસ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે .વાહન ચાલકો દ્વારા નિયમભંગ કરનાર સામે જાહેરનામા મુજબ કાનૂની ધારા મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

*વાહનો માટે ડાઈવરજન અને અવળજવળ માટે પસાર થવાના માર્ગો*

1. પાલનપુર થી દાતા અંબાજી આબુરોડ જતા ભારે વાહનો દાતાથી પોશીના ત્રણ રસ્તાથી માંડવા થઈ આબુરોડ જવાનો રહેશે

2.પાલનપુર થી બાલારામ થઈ વિરમપુર થી અંબાજી તરફ આવતા વાહનો પાલનપુર થી દાતાથી હડાદ પોશીના તરફ

3.હડાદ થી અંબાજી થઈ આબુરોડ તરફ જનાર ભારે વાહનો હડાદ થી પોશીના ત્રણ રસ્તાથી માંડવા જઈ આબુરોડ જશે

4.આબુરોડ થી અંબાજી થઈ હિંમતનગર તરફ જનાર ભારે વાહનો પાલનપુર થી દાતા થઈ હિંમતનગર જશે

નોંધ:- આ જાહેરનામું ફક્ત એક જ દિવસ માટે છે જે તારીખ આવતીકાલે 9-10-2022 ના રોજ અમલમાં રહેશે.

*રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી*