પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવો વધી જતા લોકો સીએનજી તરફ વળ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ ગેસ કીટ નખાવ્યા બાદ ગેસના ભાવો પણ વધી જતા વાહન ચાલકો હવે કિસ્મતને દોષ દઈ રહયા છે.
સતત વધી રહેલા ભાવ વધારા વચ્ચે અદાણીએ ફરી એક વખત CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે.
મહત્વનું છે કે CNG નો જૂનો ભાવ 83.90 રૂપિયા હતો તે વધારી હવે આજથી નવો ભાવ 85.89 રૂપિયા લાગુ કર્યો છે. આજથી આ નવો ભાવ અમલી બનતા સીએનજી વાહનો ચલાવતા લોકો પર બોજ પણ વધશે.
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની ચીજ વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત બની છે અને નિસાસા નાખી રહી છે આ સિવાય કોઈ કઈ કરી શકે તેમ નહિ હોવાનું ચિત્ર સપાટી ઉપર આવ્યુ છે.