વનવિભાગ ખંભાત દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત દહેડા પ્રા.શાળામાં નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અર્પી પ્રોત્સાહિત કર્યા હતા.આ ઉપરાંત વનયજીવોના રક્ષણ, ઓળખ, આંકડાકીય માહીતી સહિતનું માર્ગદર્શન સાથે ચર્ચા કરી હતી.શાળાના આચાર્ય હિતેશભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો.