. પોલીસ સ્ટેશનની કામગીરીના વાર્ષિક મુલ્યાંકન માટે દરવર્ષે જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના જુદા - જુદા પોલીસ સ્ટેશનોનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે . ગઇકાલ તા .૦૬ / ૧૦ / ૨૦૨૨ ના રોજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા બાબરા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવેલ હતું . આ ઇન્સ્પેક્શન દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવેલ હતાં . → ઇન્સ્પેક્શન પરેડ - જિલ્લા પોલીસ વડા દ્વારા બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી / કર્મચારીઓની પરેડ લેવામાં આવેલ અને પરેડ કૌશલ્ય , ટર્ન આઉટ જેવા પાસાઓ ચકાસવામાં આવેલ હતાં . પોલીસ સ્ટેશનના રેકર્ડની તપાસણી : અમરેલી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા બાબરા પોલીસ સ્ટેશનના રેકર્ડની તપાસણી કરવામાં આવેલ વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી , બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી / કર્મચારીઓની ડીટેક્શન , આરોપીઓ પકડવાની કામગીરી , અટકાયતી પગલા , પ્રોહિબીશન અને જુગાર લગત કામગીરી , ટ્રાફિક લગત કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ . તેમની સારી કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવેલ તથા વધુ પરિણામલક્ષી કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ . → પોલીસના પ્રશ્નોનું નિરાકરણ ( પોલીસ દરબાર ) : જિલ્લા પોલીસ વડા દ્વારા બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની સાથે તેમની ફરજ અને વેલ્ફેર બાબતે ચર્ચા કરી , તેમની રજુઆત સાંભળી તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સબંધિત વિભાગને સુચના કરી , પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવેલ . લોકોના પ્રશ્નોનું નિરાકરણ ( લોક દરબાર ) - અમરેલી પોલીસ અધિક્ષકશ્રી દ્વારાબાબરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો સાથે સંવાદ યોજી , આ વિસ્તારમાંથી પધારેલ આગેવાનો , ખેડૂતો , વેપારીઓ સાથે સંવાદ કરી , સાયબર ક્રાઇમ , ટ્રાફિક અંગે જરૂરી માહિતી અને સમજ આપી લોકોની કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક લગત સમસ્યાઓ સાંભળી , તેમના પ્રશ્નોના નિરાકરણ અંગે કાર્યવાહી કરવામાં આવેલ લોકોને નીડર બની , તેમની ફરિયાદ નોંધાવવા તેમજ લોકોની આજુબાજુમાં બનતી કોઇ પણ અસામાજિક પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા સમજ કરી જિલ્લા પોલીસ વડા દ્વારા બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉંટવડ ગામે અનુસુચિત જાતિ રહેણાંક વિસ્તારની વિઝીટ કરવામાં આવેલ . આ પ્રસંગે અનુસુચિત જાતિની બાળાઓ દ્વારા સામૈયુ કરીને તથા માર્ગમાં પુષ્પો વેરીને પોલીસ અધિક્ષકશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ . જિલ્લા પોલીસ વડા દ્વારા અનુસુચિત જાતિના આગેવાનો તથા લોકો સાથે સંવાદ યોજી , બંધારણ દ્વારા મળેલ હક્કો અંગે માહિતી અને સમજ આપેલ . તેમના બાળકોને શિક્ષણ અપાવવા અને વ્યસન તથા મોબાઇલ ફોનના અતિરેકથી દૂર રહેવા માર્ગદર્શન આપેલ . તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી તેમની રજુઆતો સાંભળી , તેમના પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે કાર્યવાહી કરવામાં આવેલવિઝીટ - જિલ્લા પોલીસ વડા દ્વારા બાબરા પોલીસ લાઇનની વિઝીટ કરી , પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવારોની મુલાકાત લીધેલ તથા પોલીસ લાઇનની સ્વચ્છતા અંગે મુલ્યાંકન કરેલ , પોલીસના રહેણાંક મકાનો લગત પ્રશ્નો અંગે પોલીસ પરિવારના મહિલાઓ સાથે ચર્ચા કરી તેમની રજુઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવેલ સમાપન - વાર્ષિક તપાસણી પૂર્ણ થતાં વાર્ષિક કામગીરીનું મુલ્યાંકન કરી , નોટ રીડીંગ દરમ્યાન જિલ્લા પોલીસ વડા દ્વારા બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી / કર્મચારીઓને સારી બાબતોને જાળવી રાખવા અને ક્ષતિઓને સુધારવા જરૂરી સૂચનો અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવેલ

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.