તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટી મેદાને આવી છે દિવસ તેમજ રાત્રિના સમયે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અત્યારથી જ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે આગામી તારીખ 10-10-2022 ના રોજ સાંજના છ કલાકે તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રી અનમોલ ગગનમાન પણ આવી રહ્યા છે જે કાર્યક્રમને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના નાના-મોટા કાર્ય કરો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે