રાજકોટમાં આવેલા યુનિવર્સિટી રોડ પરના એક મકાનમાંથી ગુરુવારે વહેલી સવારે લૂંટ ચલાવી ભાગી છૂટેલા પાંચ આરોપીઓને બેચરાજી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા રોયલ પાર્ક શેરી નંબર 4 ના માત્રોશ્રી મકાનમાં ગુરુવારે વહેલી સવારે પાંચ જેટલા વ્યક્તિઓ ઘૂસી ગયા હતા આ મકાનના બેડરૂમમાં ઊંઘી રહેલા 14 વર્ષીય બાળકને છરીઓ બતાવી લાફા ઝીકી દીધા હતા તેમ જ ઓશીકાના કવર તથા ચૂંદડી થી બંને હાથ પગ બાંધી દઈ બેડરૂમનો દરવાજો તોડી રૂમમાં રહેલા બંને કબાટના દરવાજા ખોલી તેમાંથી રોકડ રકમ રૂપિયા 10 લાખ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ 35.40 લાખની લૂંટ કરી ભાગે છૂટ્યા હતા. આ મામલે રાજકોટ શહેરના ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનમાં અનિલ ઉર્ફે રામ નેપાળી અને લક્ષ્મીબેન અનિલ ઉર્ફે રામ નેપાળની પત્ની સહિત કુલ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. લાખોની ચોરી મામલે પોલીસ સક્રિય બની હતી. આ અંગે બેચરાજી પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ જણાતા આ ટોળકીને બેચરાજી પોલીસે તપાસ કરતા રાજકોટથી લાખોની ચોરી કરીને ભાગ્યનું જાણવા મળ્યું હતુ. આથી બેચરાજી પોલીસે અનિલ ઉર્ફે રામ નેપાળી અને લક્ષ્મીબેન અનિલ ઉર્ફે રામ નેપાળીની પત્ની કુલ પાંચ આરોપીને લાખોના મુદ્દા માલ સાથે ઝડપી લઇ રાજકોટ પોલીસને જાણ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.