ગત રોજ મહુધા પોલીસ અધિકારી શ્રી દવે સાહેબ ની સૂચના ને આધારે મહુધા શહેર તથા આસપાસના ગામોના મૂસ્લિમ આગેવાનો ની આવનાર 9મી ઓક્ટોબર ના રોજ ઈદે મિલાદ ના તહેવાર ની શાંતિ અને સૌહાર્દ પૂર્ણ માહોલ માં ઉજવણી થાય તે બાબતે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ ની ગાઈડ લાઈન અનુસંધાન ચર્ચા કરવા માં આવી જેમાં કસ્બા પ્રમુખ શ્રી બશીર મીયા મલેક, કસ્બા/નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રી શાહીદખાન પઠાણ, કાઉન્સિલરો સોહેબ સૈયદ ,ઈમરાન મલેક,નાહીદા બાનું ,પત્રકાર ફીરોઝ ભાઈ, આગેવાનો શ્રી કાદર ભાઈ (દાઢી), ઇરશાદ ભાઈ (શક્તિ),વજીર કાઝી, કસ્બા કમિટી ના સભ્યો શ્રી મહંમદ ખાન પઠાણ (બકી), તૌફીક હુસેન (લારા), હનીફભાઇ (રાજા), ફારૂક ભાઈ, શબ્બીર ભાઈ,નાઝીમભાઈ કાઝી, ઇરશાદ બેગ ,જતીનભાઈ પટેલ તથા આજુબાજુના ગામોમાં આગેવાનો એ ભાગ લીધો હતો, કસ્બા સેક્રેટરી શ્રી શૌકત હુસેન મલેક દ્વારા દરેક ને તહેવાર ની શૂભેચ્છાઓ પાઠવી દરેક ગામમાં શાંતિ શિસ્ત અને હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે જુલૂસ ની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરેલ, અને આ દરમિયાન મહુધા પોલીસ સ્ટાફ તથા અધિકારી શ્રી દવે સાહેબ નો સાથ સહકાર આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટ ઈરફાન મલેક