ડીસા તાલુકાના દામા ગામ પાસેથી એલસીબી પોલીસ દ્વારા દારૂ ભરેલી ઈકો ગાડી ઝડપી પાડી 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી..

બનાસકાંઠા એલસીબી ની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ડીસાના દામા ગામ પાસેથી દારૂ ભરેલી ઈકો ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. અને પોલીસે દારૂ, બિયર, મોબાઈલ અને ઈકો ગાડી સહિત 3 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે . . .

બનાસકાંઠા એલસીબી ની ટીમ ડીસાના ઝેરડા કંસારી રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્યાં થી પસાર થતી એક ઈકો ગાડી શંકાસ્પદ લાગતા તેને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેના ચાલકે ગાડી ભગાડતા એલસીબી ની ટીમે તેનો ફિલ્મી ઢબે પીછો કરી દામા નજીકથી ગાડી ને ઝડપી પાડી હતી. ગાડીમાં તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ, બિયર, મોબાઈલ ફોન અને ઈકો ગાડી સહિત 3.32 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ ગાડી ચાલક મનોજ રબારીની અટકાયત કરી પૂછપરછ કરતા તે આ દારૂનો જથ્થો રાજસ્થાનના જેતાવાડા ગામના દારૂના ઠેકા ઉપરથી ભરીને લાવ્યો હોવાનું જણાવતા પોલીસે દારૂ ભરાવનાર ઠેકા નો માલિક અને બાઈવાડા ગામના હિતેશ રબારી સહિત બે લોકો સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ ધરી છે . . .