સિહોર શહેરની શાળા-કોલેજ નજીક છેલ્લા થોડા સમયથી રોમીયોગીરી કરતા આવારા તત્વોનો ત્રાસ વધ્યો છે અને બહેનદિકરીની સલામતી પણ જોખમાતી હોય તંત્ર દ્વારા સઘન પેટ્રોલીંગ જરૂરી બન્યું છે. સિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાળા અને કોલેજો પાસે ગાડીપાર્ક કરી બેસેલા આવારા તત્વોનો ત્રાસ મોટેપાયે વધવા લાગ્યો છે જેથી શ્ાળા-કોલેજે જતી બહેન દીકરીઓને અનેક પ્રકારની મુશ્કેલી સહન કરવાનો વખત. આવ્યો છે. સિહોરના ભાવનગર રોડ રાજકોટ રોડ, તેમજ બજારોમાં આવા લુખ્ખા તત્વો ગાડી ઉપર પગ ચડાવી સવાર સાંજ રોમીયોગીરી કરતા હોય છે જેથી શાળા કોલેજે અભ્યાસ માટે આવતી બહેનો. અનેક મુશ્કેલી સહન કરવી પડે છે અને ખાસ કરીને ધુમ સ્પીડે વાહન ચલાવીને નીકળતા રોમયોનું પ્રમાણ પણ મોટેપાયે વધવા લાગ્યુ છે. સવારે શાળાના સમયે આવા તત્વો જોવા મળે છે. અનેકવાર આવા ધુમ સ્પીડે વાહન ચલાવતા તત્વોથી અકસ્માત સર્જાતા હોય છે. જો તંત્ર દ્રારા વહેલી સવારે પેટ્રોલીંગ હાથ ધરી આવા તત્વો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ સિહોર વાસીઓની ઉઠવા પામી છે. આવા ધુમ સ્પીડે વાહન ચલાવતા રોમીયો વહેલી સવારથી જ શરૂ થઇ જાય છે.