નડિયાદ તાલુકાના મંજીપુરા ગામના તાબામાં આવેલ જલારામનગર સોસાયટીમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો.

આખા કાર્યક્રમનું આયોજન મહેન્દ્રસિંહ રાજપૂત,ગોપાલ ઠાકુર,ના માર્ગદર્શન હેઠળ જલારામનગરના રહીશો તેમજ ટાઈગરગ્રુપના સભ્યોના સહકારથી કરવામાં આવ્યું હતું

નવરાત્રિની ગરબાની સાથે સાથે વેશભૂષા, શસ્ત્રપૂજન, રાવણદહન, બાળકોને ઇનામ વિતરણ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

વેશભૂષામાં ભાગ લેનાર 35 જેટલા બાળકોને મહેન્દ્રસિંહ રાજપૂત દ્વારા સ્વ ખર્ચે ઇનામ આપવામાં આવ્યું.

નવરાત્રી ગરબામાં પસંદ કરવામાં આવેલ 55 જેટલા ખેલૈયાઓને પણ સોસાયટી દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 

એકતા સમિતિ તરફથી સોસાયટીના તમામ નાના મોટા બાળકોને શૈક્ષણિક કિટની ભેટ આપવામાં આવી. 

જલારામનગરના રહીશોએ જેમાં અલગ અલગ પાંચ રાજ્યોના લોકો સાથે મળીને રહે છે 

સૌએ સાથે મળી સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું.