દેશમાં મોંઘવારી મુદ્દે ચર્ચા દરમિયાન લોકસભામાં ઊભા થઈ તૃણમૂલ કૉંગ્રેસના સાંસદે કાચું રીંગણું ખાધું હતું અને કહ્યુ કે રાંધણગેસ મોંઘા થતા હવે કાચું ખાવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
TMC સાંસદ કાકોલી ઘોષે પ્રથમતો ભાવ વધારા પર ચર્ચાને મંજૂરી આપવા બદલ સ્પીકરનો આભાર માન્યો હતો. જોકે, તેમણે કહ્યું કે આ અંગે ચર્ચા કરવામાં પણ ઘણો સમય લાગ્યો છે.

સંસદમાં કાચું રીંગણું ખાતા ખાતા કાકોલી ઘોષે કહ્યું કે ‘શું સરકાર ઇચ્છે છે કે આપણે કાચા શાકભાજી ખાઈએ?’તેમણે કહ્યું કે ‘છેલ્લા થોડાજ મહિનામાં LPG સિલિન્ડરની કિંમતમાં ચાર વખત વધારો કરી રૂ. 600 રૂપિયામાંથી હવે 1,100 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.’ સાંસદે કહ્યું કે સિલિન્ડરની કિંમત ઘટાડો થવો જોઈએ.

જુલાઈમાં એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જે છેલ્લા એક વર્ષમાં દરમાં આઠમો વધારો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં બિન-સબસિડી વિનાના એલપીજીની કિંમત હવે 14.2 કિલોગ્રામના સિલિન્ડર દીઠ રૂા. 1,053 છે.
આમ,રાંધણ ગેસમાં ભાવ વધતા સાંસદે આ રીતે સંસદમાં કાચું રીંગણું ખાઈને અલગ અંદાજમાં વિરોધ વ્યક્ત કર્યો હતો.