કોડીનાર તાલુકાનાં છાછર ગામમાં આવેલ બસ સ્ટેશન પર રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી અસ્માતની ઘટનાઓ અવારનવાર બને છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છાછર ગામના સરપંચ સહિત ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુલના બસ સ્ટેશન પર છેલ્લા ઘણા સમયથી ખાડા આટલા બધી પડ્યા છે કે ખબર પડતી નથી રસ્તામાં ખાડા છે કે ખાડા માં રસ્તો છે અંબુજા કંપની અને પ્રાઇવેટ કંપની ના મસ મોટા ટ્રકો ની હડીયા પાટી એક ધારી સતત આખો દિવસ ચાલુ રહે છે અને ઘણા અકસ્માતો પણ સર્જાયા છે પણ છાછર ગામ ની પરિસ્થિતિ અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી છે ખુદ સરપંચ અને ઉપ સરપંચ પાસે થી જાણવા મળ્યું કે હમે ઘણાં ધકા તાલુકા વિકાસ અધિકારી પાસે ખાધા પણ તેની પાસે થી એવું જાણવા મળ્યું કે ગાંધીનગર થી અટકાવવા આવ્યું છે એટલે શું ગામ ના કામ શું ગાંધીનગર માંગવા જવાના એવા લોક મુખે ચર્ચાઈ રહ્યું છે તંત્ર પણ આખ આડે કાન કરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે અંબુજા સિમેન્ટ કંપની ના અને પ્રાઇવેટ કંપનીમાં ટ્રકો ના કારણે મોટા ખાડા પડે છે અને એના કારણે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. તેમજ રસ્તા માં મોટા ખાડા હોવાના લીધે ગમે ત્યારે વાહન પલટી ખાઈ જવાનો ભય વાહન ચાલકોમાં રહે છે.આ બાબતે સરપંચ તેમજ ગામ લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે સરપંચની રજૂઆતો પણ તંત્રના કાને સંભળાતી નથી. આમ પ્રજાના સવાલો કોણ સાંભળશે તેની સામે સવાલો ઉઠ્યા છે બિસ્માર રસ્તાને તાત્કાલિક તંત્ર દ્વારા રિપેર કરવામાં આવે તો અહીંથી પસાર થતાં અનેક વાહન ચાલકો, ખેડૂતો અકસ્માતનો ભોગ ન બને. લોકોની સુખાકારી માટે તાત્કાલિક કાર્યવાહી કરી ગામ પરનો રસ્તો રિપેર કરવામાં આવે તેવી ગ્રામ પંચાયત સરપંચ સહીત ગ્રામજનોએ માગ ઉઠાવી છે. ગ્રામ પંચાયત સરપંચે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી. આ સિવાય ગામમાં અનેક પ્રશ્નો હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. જેથી તાત્કાલિક અસરથી આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી માગ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hero Xpulse 210 फिर टेस्टिंग के दौरान हुई स्पॉट, देखने के लिए मिलेंगे कई बदलाव
Hero Xpulse 210 को भारत में टेस्टिंग के दौरान स्पॉट किया गया है। जिसे देखने के बाद कहा जा रहा है...
પોલીસ સ્ટેશનની અંદર પોલીસકર્મીને માર મારવામાં આવ્યો, માફી માંગતો રહ્યો; વીડિયોમાં લોકો થપ્પડ મારતા જોવા મળ્યા
દેશની રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, અહીં કેટલાક લોકોએ પોલીસ...
Best Powerbank Under 2000: ये हैं कम कीमत में आने वाले बेस्ट पावरबैंक, एक बार में चार फोन की बैटरी होगी फुल
अगर आप पावरबैंक खरीदने की प्लानिंग कर रहे हैं और बजट भी 2000 रुपये से कम है तो यहां आपके लिए कुछ...