નવરાત્રિ પૂરી થયા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસો મહિનામાં અષાઢી માહોલ જાવા મળી રહ્યો છે. આજે એટલે કે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયેલા હતા અને બપોર બાદ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે . જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે .ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી વઘારે વરસાદ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી હતી . જે કે , એ જાહેરાત થયાને અઠવાડિયા બાદગઇકાલ એટલે કે બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા . જે । કે , આજે ગુરુવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને વાદળો ઘેરાયા હતા . સાંજે પાંચ વાગ્યા પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે બીજી તરફ હાલ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણમાં માત્ર મગફળી જ નહીં પણ કપાસના પાકને લઈ પણ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે