સિહોર શહેરમાં ફૂડ ઈન્સપેકટર જ નથી, કાયમી માટે જગ્યા ખાલી હોવાથી મીઠાઇ અને ફરસાણ સહિતની દુકાનોમાં વેપારીઓ દ્વારા ભેળસેળયુક્ત મીઠાઈ અને ફરસાણ વસ્તુઓ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ બાબતે યોગ્ય પગલાં ભરાઈ તે જરૂરી છે, પ્રકાશના મહાપર્વ દિવાળીના તહેવાર આડે હવે જયારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સિહોર શહેરના અનેક વિસ્તારોમાં મંડપો ઉભા કરાઈને મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. વધુ પૈસાની લાલચે ભેળસેળ પદાર્થો વાપરીને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે પરંતુ કોઈ કહેવાવાળું નથી કારણ કે, સિહોર શહેરમાં ફ્ડ ઈન્સ્પેકટરની જગ્યા ખાલી છે જેથી આવા વેપારીઓને મોકળું મેદાન મળી ચૂક્યું છે પરંતુ આવી ભેળસેળયુક્ત મીઠાઈ અને ફરસાણ ખાવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહયાં છે આ ભેળસેળયુક્ત પદાર્થો ખાવાથી શરદી, ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોવાથી આ પંથકમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નથી. જો ચેકિંગ હાથ ધરવામાં આવે તો કેટલાય વેપારીઓ તંત્રની ઝપટે ચડે તેમ છે. ફરસાણમાં વપરાતું તેલ, દૂધ અને માવાથી બનેલી મીઠાઈમાં કેવા ખાધ પદાર્થો વપરાયા છે તે બાબતે સધન ચકાસણી કરવામાં આવતી નથી. જેના કારણે આવા ભેળસેળ કરતા વેપારીઓને મોકળું મેદાન મળી ચૂક્યા છે. લાંબા સમયથી ફડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોવાથી ભેળસેળ કરતા વેપારીઓને હવે તંત્રનો પણ ડર રહ્યો નથી તેમ કહી શકાય.જિલ્લા આરોગ્ય તંત્ર નીયમીતપણે સરપ્રાઈઝ ચકાસણી કરે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે. તંત્રવાહકો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા વહેલી તકે અટકાવવામાં આવશે ખરી ? તે જોવાનું રહ્યા.