જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યા ઉપર નવનાથ
સિદ્ધ ચોર્યાસીનો અખંડ ધુણો આવેલ છે, ત્યાં દર વર્ષની જેમ આ વખતે
પણ પરંપરા મુજબ વિશ્વ શાંતિ તેમજ વિશ્વ કલ્યાણ અર્થે દાતારની
જગ્યાનાં મહંત પૂજ્ય ભીમબાપુ દ્વારા એક મહાયજ્ઞનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ પ્રસંગે આટલી ઉંચાઈ ઉપર પણ ખુબજ બહોળી
સંખ્યામાં દૂર-દૂરથી દાતાર સેવકો અને ભક્તજનો ઉમટી પડ્યા હતા તેમજ
હવન કાર્યમાં પવિત્ર દ્રવ્યોનો હોમ, પૂજા આરતિ, તેમજ ધ્વજારોહણ
જેવા કાર્યક્રમોનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહંત ભીમબાપુ દ્વારા
જગ્યાની પરંપરા મુજબ શસ્ત્ર પૂજનનો પણ એક કાર્યક્રમ યોજાયેલ અને
ભીમબાપુએ શસ્ત્રોનું પૂજન અર્ચન કર્યું હતું તેમજ આ કાર્યક્રમો સાથે
દાતારના દર્શને પધારેલા સર્વે દાતાર સેવક ગણ તેમજ ભક્તજનો માટે
સુંદર મજાના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે
પધારેલા સર્વે ભક્તજનો તેમજ દાતાર સેવકગણે દાતારબાપુનાં દર્શન તેમજ
મહયજ્ઞ અને ભોજન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ