જુનાગઢ મધુરમમાં રહેતા “પ્રોહી બુટલેગર” શીવાંગ રાજુ મહેતાને પાસા

કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર સુરત ખાતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે

ધકેલી દીધો હતો

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકની સુચના તેમજ પોલીસ

અધિક્ષકની સુચના, માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર

પ્રોહીબીશનની બદીને નાબુદ કરવા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની

પરીસ્થિતીને જાળવી રાખવા ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે

સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા, તડીપાર જેવા અટકાયતી પગલા લેવા

થયેલ સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ય, જૂનાગઢ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર

કરી મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ, કલેકટર રચિત રાજને મોકલાતા જિલ્લા

મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટરે મધુરમના પ્રોહી બુટલેગર શીવાંગ રાજુ

મહેતા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ

બ્રાન્ચના પોલીસ ઇન્સ. એચ. આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ પો. સ. ઇ.

જે. જે. ગઢવી અને સ્ટાફે પાસા વોરન્ટનો આરોપી એમ. જી. રોડ ઉપર

આવેલ આશુતોષ ફુટવેર નામની દુકાન પાસેથી હસ્તગત કરી સેન્ટ્રલ જેલ,

લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતો 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ