જુની પેન્શન યોજના OPS ના અમલીકરણ માટે સમગ્ર દેશભરમાંથી લાખો કર્મચારીઓ પેન્શન શંખનાદ રેલી અંતર્ગત દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાયેલ મહા રેલીમાં જોડાઈ જુની પેન્શન યોજનાના OPS ના અમલીકરણને સમર્થન આપવા અને તેને સત્વરે લાગુ કરાવવાની માંગ સાથે ઉમટી પડયા હતા જેમાં ગુજરાતભરમાંથી પણ હજારો કર્મચારીઓ દિલ્હીના રામલીલા મેદાન ખાતે જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની મુહિમ સાથે ઉમટયા હતા જેમાં જૂની પેન્શન યોજના OPS ના અમલીકરણ માટે પોતાનું સમર્થન આપી પેન્શન શંખનાદ રેલીનો હિસ્સો બનવા પંચમહાલ જિલ્લામાંથી પણ પંચમહાલ જિલ્લા કર્મચારી સંકલન સમિતિના હોદ્દેદારો પહોંચ્યા હતા જેમાં પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ શ્રી પંકજભાઈ સહમંત્રી શ્રી જિતાંશુ પટેલ ઉ.મા. પ્રમુખ શ્રી મૃગેન્દ્રસિંહ મા.પ્રમુખ શ્રી પી.એસ. પરમાર શ્રી રીતેષ જોષી વિજ્ઞાન મંડળ મંત્રીશ્રી કે.વી.રણા મીડીયા કન્વીનર શ્રી એસ. કે. પંચોલી મંત્રી એ.વી.સોલંકી સહીત જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શંખનાદ રેલીને સફળ બનાવી હતી.