નડિયાદ તાલુકાના મંજીપુરા ગામના વિસ્તારમાં આવેલ જલારામનગર સોસાયટીમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. 

આખા કાર્યક્રમનું આયોજન મહેન્દ્રસિંહ રાજપૂત, હરિકિશન મકવાણા, ગોપાલ ઠાકુર, પદમસિંહ જાટવ, ભારતી ઠાકુર, મંગળભાઈ સોલંકી, કિરણ રાઠોડ, ગણેશ રાવળ, સોહન ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ જલારામનગરના રહીશો તેમજ ટાઈગરગ્રુપના સભ્યોના સહકારથી કરવામાં આવ્યું હતું નવરાત્રિની ઉજવણી દરમિયાન ગરબાની સાથે સાથે વેશભૂષા, શસ્ત્રપૂજન, રાવણદહન, બાળકોને ઇનામ વિતરણ જેવા કાર્યક્રમોનું પણ સુચારૂ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિ દરમિયાન આરતીમાં નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ મહિડા મંજીપુરા ગામ ના સરપંચ ઉપસરપંચ જેવા મહાનુભાવોએ પણ સોસાયટીની એકતા અને લાગણીને વશ થઈને હાજરી આપી. કશ્યપ બ્રહ્મહભટ્ટ દ્વારા તમામ ખેલૈયાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી તેમજ વેશભૂષામાં ભાગ લેનાર 35 જેટલા બાળકોને મહેન્દ્રસિંહ રાજપૂત દ્વારા સ્વ ખર્ચે ઇનામ આપવામાં આવ્યું. 

નવરાત્રી ગરબા દરમિયાન પસંદ કરવામાં આવેલ 55 જેટલા ખેલૈયાઓને પણ સોસાયટી દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કનૈયા ધનગર, કરણ મહાલે, અજય મહાલે અમી દવે અને એમની ટીમ યુવા એકતા સમિતિ તરફથી સોસાયટીના તમામ નાના મોટા બાળકોને શૈક્ષણિક કિટની ભેટ આપવામાં આવી. દશેરાના દિવસે રાત્રે સમગ્ર જલારામનગરના રહીશોએ જેમાં અલગ અલગ પાંચ રાજ્યોના લોકો સાથે રહેતા હોવા છતાં સૌએ સાથે મળી સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું. આમ વિવિધતામાં એકતા ધરાવતું આ જલારામનગર વર્ષ દરમિયાન તમામ તહેવારો સાથે મળીને ઉજવી સોસાયટીનું વાતાવરણ નિરંતર ધબકતું રહે તે હેતુ માટે સતત હકારાત્મક પ્રયતનો કરતા રહે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિકિશન મકવાણા દ્વારા કરવામાં આવ્યું